ખેડૂતોને વિના મૂલ્યે ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) આપવાની યોજના

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં ખેડૂતો માટેની એક મહત્વની યોજના વિશે વાત કરવાના છીએ. ખેડૂતો માટેની આ યોજના એ વિના મૂલ્યે બે પ્લાસ્ટિકના તબ અને ડ્રમ આપવાની યોજના છે. દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકે છે. જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ નીચે આપેલ માહિતી વાંચીને લઈ શકે છે. વધુ માહિતી માટે નીચે આપેલ માહિતી વાંચો અને પછી તેના માટેનું ફોર્મ ભરો.

Vinamulye Drum Aapvani Yojana


ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના:

ખેડૂતો માટેની આ યોજનામાં રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે.આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. 

આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

I-Khedut Portal

I-Khedut Portalમાહિતી સ્ત્રોત (Credit): https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ