ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સમાં ૩૩૯ ખાલી જગ્યાની ભરતી કરાશે

 Indian Army, Navy , Air force Recruitment 2021: UPSC એ કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિવસ સર્વિસીસ એ 2021નું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન મુજબ ઇન્ડિયન આર્મી , ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી કરવામાં આવશે. કુલ ૩૩૯ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને સંબંધિત એકેડેમીમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. આ ભરતીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાંની છેલ્લી તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ છે. જે મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તે ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ પહેલા ફોર્મ ભરી શકે છે.


UPSC CDS 2 Recruitment 2021


UPSC CDS 2 Recruitment 2021 


શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન મિલિટરી એકેડેમી : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં બેચલર ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

નેવલ એકેડેમી : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કે સંસ્થામાંથી એન્જીનીયરીંગ બેચરલ ડીગ્રી હોવી જોઈએ.

એરફોર્સ એકેડેમી : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડીગ્રી ધોરણ ૧૨માં ફિઝિક્સ અને મેથ્સ હોવું જોઈએ અથવા એન્જીનીયરીંગમાં બેચલર ડીગ્રી હોવી જોઈએ.

 વય મર્યાદા 

ઇન્ડિયન મિલિટરી એકેડેમી : ઉમેદવારનો જન્મ ૨ જુલાઈ ૧૯૯૮ પહેલા અને ૧ જુલાઈ ૨૦૦૩ બાદ થયો ન હોવો જોઈએ.

નેવલ એકેડેમી : ઉમેદવારનો જન્મ ૨ જુલાઈ ૧૯૯૮ પહેલા અને ૧ જુલાઈ ૨૦૦૩ બાદ થયો ન હોવો જોઈએ.

એરફોર્સ એકેડેમી : ઉમેદવારનો જન્મ ૨ જુલાઈ ૧૯૯૮ પહેલા અને ૧ જુલાઈ ૨૦૦૨ બાદ થયો ન હોવો જોઈએ.

એપ્લિકેશન ફી

  • મહિલા,SC, ST કેટેગરી સિવાયના તમામ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી ૨૦૦ રૂપિયા છે.
  • મહિલા, SC, ST ઉમેદવારો એ એપ્લિકેશન ફી ભરવાની નથી
  • એપ્લિકેશન ફી ની ચુકવણી ઓનલાઈન પેમેન્ટ અથવા SBIની કોઈ પણ બ્રાન્ચથી થઈ શકશે.

પસંદગી પ્રક્રિયા

  • મિત્રો, પસંદગી લેખિત અને ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

  • ઉમેદવારો upsconline.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓફિશિયલ નોટિફિકેશન - ક્લિક કરો

એપ્લાય કરો - ક્લિક કરો


મહત્વની તારીખ

ઓફલાઇન ફી ચુકવણી - ૨૩ ઓગસ્ટ ૨૦૨૧

ઓનલાઈન ફી ચુકવણી - ૨૪ ઓગસ્ટ ૨૦૨૧

પરીક્ષા તારીખ -  ૧૪ નવેમ્બર ૨૦૨૧ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ