સરળ જનરલ નોલેજ પ્રશ્નો બાળકો માટે - GK Questions For Kids In Gujarati

નમસ્કાર મિત્રો, આજના સમયમાં બાળકો ટીવી અને મોબાઈલ પાછળ વધારે સમય બગાડતાં હોય છે. મોબાઈલ માં ગેમ રમે અને સતત ટીવી જોયા કરે. બાળક પણ કરે શું હાલમાં પરિસ્થિતી જ એવી ચાલી રહી છે. આજે અમે અહિયાં કેટલાક સરળ જનરલ નોલેજના પ્રશ્નો મૂકવા જઈ રહ્યા છે જે તમારા બાળકને ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો તમે જોડે બેસીને તેને આ પ્રશ્નો વાંચીને સંભળવશો તો તેના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 

સરળ જનરલ નોલેજ પ્રશ્નો બાળકો માટે - GK Questions For Kids In GujaratiGK Questions For Kids In Gujarati :


૧) વર્ષના કયા માહિનામાં સૌથી ઓછા દિવસો હોય છે ?
- ફેબ્રુઆરી માહિનામાં

૨) સૂર્ય કઈ દિશામાંથી ઊગે છે ?
- પૂર્વ

૩) ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય છે ?
- ત્રણ

૪) ચોરસમાં કેટલી બાજુઓ હોય છે ?
- ચાર

૫) અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે ?
- સાત 

૬) વર્ષમાં કેટલા દિવસ હોય છે ?
- ૩૬૫ 

૭) લિપ વર્ષમાં કેટલા દિવસ હોય છે ?
- ૩૬૬

૮) Monday (મંન્ડે) એટ્લે ?
- સોમવાર

૯) Tuesday (ટ્યુઝડે) એટલે ?
- મંગળવાર

૧૦) Wednesday (વેન્ઝડે) એટલે ?
- બુધવાર

૧૧) Thursday (થર્સડે) એટલે ?
- ગુરુવાર

૧૨) Friday (ફ્રાયડે) એટલે ?
- શુક્રવાર

૧૩) Saturday (સેટરડે) એટલે ?
- શનિવાર

૧૪) Sunday (સન્ડે) એટલે ?
- રવિવાર

૧૫) જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૧૬)  ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૨૮/૨૯

૧૭) માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૧૮) એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૦

૧૯) મે મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૨૦) જૂન મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૦

૨૧) જુલાઇ મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૨૨) ઓગષ્ટ મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૨૩) સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૦

૨૪) ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૨૫) નવેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૦

૨૬) ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે ?
- ૩૧

૨૭) ૬૦ સેકન્ડ એટલે કેટલી મિનિટ ?
- ૧ મિનિટ

૨૮) ૬૦ મિનિટ એટલે કેટલા કલાક ?
- ૧ કલાક

૨૯) ૨૪ કલાક એટલે કેટલા દિવસ ?
- ૧ દિવસ

૩૦) ૧૨ મહિના એટલે કેટલા વર્ષ ?
- ૧ વર્ષ 

૩૧) ૧૫ દિવસ એટલે ?
- ૧ પખવાડિયું

૩૨) આપણા રાષ્ટ્રીય તહેવાર કયા કયા છે ?
- ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગષ્ટ

૩૩) ૨૬ મી જાન્યુઆરી એટલે ?
- આપણો પ્રજાસત્તાક દિવસ

૩૪) ૧૫ મી ઓગષ્ટ એટલે ?
- આપણો સ્વતંત્રતા દિવસ. 

૩૫) આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
- વડ

૩૬) આપણી રાષ્ટ્રીય રમત કઈ છે ?
- હોકી

૩૭) આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
- કમળ

૩૮) આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
- વાઘ

૩૯) આપણું રાષ્ટ્રીય ફળ કયું છે ?
- કેરી 

૪૦) આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
- મોર 

For Study Material : Click Here

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ